Gujaratsamachar images

Discover Best Gujaratsamachar Images of World

#food #travel #sports #news #may #thursday

ચારધામ યાત્રામાં વીઆઈપી દર્શન પરની રોક 10 જૂની સુધી લંબાવાઈ છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીના આદેશ પછી મુખ્ય સચિવે તમામ રાજ્યના મુખ્ય સચિવોને આ માહિતી આપતો પત્ર મોકલ્યો છે. આ પહેલા 30 મે સુધી વીઆઈપી દર્શન બંધ રાખવાનો આદેશ કરાયો હતો. #Uttarakhand #CharDhamYatra #VIPDarshanBan #Uttarakhand #PushkarSinghDhami #PilgrimageUpdate #YatraNews #Kedarnath #Gscard #GujaratSamachar

5/30/2024, 6:00:34 PM

કન્યાકુમારીના સ્વામી વિવેકાનંદ મેમોરિયલમાં PM મોદીની 45 કલાકની ધ્યાન સાધના શરૂ #PMModi #Meditation #SwamiVivekananda #Kanyakumari #SpiritualJourney #Gscard #GujaratSamachar

5/30/2024, 5:41:04 PM

અમુક લોકો સ્વાર્થ માટે માટે કોઈ પણ હદે જતા હોય છે. તાજેતરમાં જ સામે આવેલા એક કિસ્સા પ્રમાણે મૂળ બિહારના રહેવાસી દંપતીને તેમના દિલ્હી સ્થિત ઘર માટે કાયમી નોકરાણીની જરૂર હતી. જો કે નોકરાણીનો પગારનો ખર્ચ વધશે તેવું વિચારીને પત્નીએ તેના પતિના નોકરાણી સાથે જ બીજા લગ્ન કરાવી દીધા હતા. લગ્નના થોડા જ દિવસમાં બીજી પત્ની સાથે પતિએ મારપીટ કરીને કહ્યું કે, ‘તને કાયમી નોકરાણી બનાવવા માટે જ મેં તારી સાથે લગ્ન કર્યા છે.’ ત્યાર પછી પીડિતાએ દિલ્હીથી ભાગલપુર આવીને મહિલા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.’ નોંધનીય છે કે, પતિના લગ્ન કરાવનારી મહિલા બેંકમાં મેનેજરના ઉચ્ચ હોદ્દે ફરજ બજાવે છે. #Bihar #BiharNews #BIharIncident #Gscard #Gujaratsamachar

5/30/2024, 5:30:14 PM

રાજકોટ અગ્નિકાંડને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મનપાના તત્કાલિન TPO મનસુખ સાગઠિયા, ATPO મુકેશ મકવાણા અને ગૌતમ જોષી તેમજ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા સામે પોલીસ ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી છે #RajkotFire #FireIncident #PoliceArrests #MunicipalNegligence #Accountability #Gscard #Gujaratsamachar

5/30/2024, 5:18:26 PM

Dinesh Karthik Statement on retirement: IPL 2024માં કારકિર્દીની અંતિમ સિઝન રમીને વિકેટ કીપર અને બેટર દિનેશ કાર્તિકે ક્રિકેટને અલવિદા કહી દીધું છે. વિસ્ફોટક બેટિંગ કરીને RCBને ક્વૉલિફાય સુધી પહોચાડવામાં દિનેશ કાર્તિકનું મહત્ત્વનું યોગદાન હતું. આ કારણસર નિવૃત્તિના નિર્ણયથી તેના લાખો ચાહકો નિરાશ થયા છે. આ અંગે વાત કરતા દિનેશ કાર્તિકે કહ્યું કે ‘મારી ત્રણ દાયકાની કારકિર્દીમાં હું ઈજાને કારણે ક્યારેય મેચ ચૂક્યો નથી. હું હજુ ત્રણ વર્ષ આરામથી રમી શક્યો હોત. જો કે શારીરિક રીતે તો હું ફિટ છું પણ માનસિક રીતે તૈયાર નથી.' #Dineshkarthik #BCCI #Indiancricket #Cricket #DKRetirement #Gscard #Gujaratsamachar

5/30/2024, 5:10:10 PM

Gautam Gambhir Statement on Virat: IPL 2023માં વિરાટ કોહલી સાથે બોલાચાલી બાદ આ વર્ષે ગૌતમ ગંભીર અને કોહલી એકબીજાને ગળે મળતા નજરે પડ્યા હતા. આ અંગે ગંભીરે સ્પષ્ટતા કરી છે કે, ‘મારા અને કોહલી વચ્ચેના સંબંધને દેશને જાણવાની જરૂર નથી. સોશિયલ મીડિયામાં લોકો જે પ્રકારની ધારણા લગાવી રહ્યા છે એવું કંઈ નથી.’ #ViratKohli #GautamGambhir #Cricket #IndianCricket #VK #GG #Gscard #Gujaratsamachar

5/30/2024, 4:50:07 PM

Ricky Ponting WC prediction: ICC T20 WORLD CUP નજીક આવી રહ્યો છે. IPL બાદ ભારતીય ક્રિકેટરોએ પણ આ ICC ટાઇટલ જીતવાની તૈયારી શરૂ કરી દીધી છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને કેપ્ટન રિકી પોન્ટિંગે અનુમાન લગાવ્યું છે કે આ ટુર્નામેન્ટમાં જસપ્રિત બુમરાહ સૌથી વધારે વિકેટ લેનાર બોલર બનશે જ્યારે ટ્રેવીસ હેડ સૌથી વધારે રન બનાવનાર બેટર બનશે. શું તમે આ અનુમાન સાથે સહમત છો? આ ટુર્નામેન્ટમાં તમને કયા ક્રિકેટર પાસેથી સૌથી સારા પ્રદર્શનની અપેક્ષા છે? #ICC #T20WC #RickyPonting #Travishead #JaspritBumrah #Cricketprediction #Cricket #Gscard #Gujaratsamachar

5/30/2024, 4:30:10 PM

Monk Died during penance: હાલ સમગ્ર દેશમાં ગરમીનો હાહાકાર છે. અનેક રાજ્યોમાં હીટ વેવના કારણે એલર્ટ જાહેર કરવું પડ્યું છે, ત્યારે ઉત્તર પ્રદેશના સંભલમાં કાળઝાળ ગરમીમાં હવન કુંડ સામે તપસ્યા કરી રહેલા એક સાધુનું ત્રણ દિવસમાં જ મૃત્યુ થઈ ગયું હતું. આશ્ચર્યની વાત એ છે કે સ્થાનિક તંત્રે 70 વર્ષીય સાધુને આ રીતે તપસ્યા કરવાની પણ મંજૂરી આપી દીધી હતી. #HeatWave #UP #Sambhal #UPMonk #UPNews #Summer #HeatStroke #Gscard #Gujaratsamachar

5/30/2024, 4:11:08 PM

Pune car Poster:પૂણેમાં પોર્શ કાર દ્વારા સગીરે બે લોકોને કચડી નાખ્યા બાદ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ દ્વારા તેને જામીન આપવામાં આવ્યા હતા. જામીન આપતી વખતે આ સગીર આરોપીને 300 શબ્દમાં નિબંધ લખવા માટે કહેવામાં આવ્યું હતું. બે લોકોને કચડી નાખનાર આરોપી માત્ર નિબંધ લખીને જામીન આપી દેવાતા દેશનાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. હવે પૂણેની અન્ય એક કારનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં કાર માલિકે કારની પાછળ લખ્યું હતું કે, 'જો તમને 300 શબ્દનો નિબંધ લખી શકતા હોવ તો પણ વાહનથી સલામત અંતર રાખવું'. કાર માલિકનાં આવું કરવા પાછળનો ઇરાદો વ્યંગ કરવાનો હતો અને તેણે સોશિયલ મીડિયામાં લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. #Pune #PunePorscheaccident #Puneaccidentcontroversy #Gscard #Gujaratsamachar

5/30/2024, 3:51:07 PM

લોકસભા ચૂંટણી માટે પ્રચાર સંપન્ન થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારી પહોંચ્યા છે. અહીં તેઓ રોક મેમોરિયલમાં મૌન સાધના કરવાના છે. ત્યારે તેમની સુરક્ષા માટે ત્રણ હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આટલું જ નહીં ભારતીય નેવી અને કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં ખાસ સુરક્ષા કરવામાં આવી રહી છે. માછીમારો પર ત્રણ દિવસ માટે સમુદ્રમાં જવા પર રોક લગાવી દેવામાં આવી છે. #PMModi #KanyaKumari #Kerala #PMMeditation #Security #Gscard #Gujaratsamachar

5/30/2024, 3:32:05 PM

નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં રેલીને સંબોધતા કહ્યું હતું કે ઘુસણખોરી વધવાને કારણે પશ્ચિમ બંગાળનો સરહદી વિસ્તાર બદલાઈ રહ્યો છે. જે માટે તેમણે તૃણમુલ કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી. વડાપ્રધાને દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ છ મહિનામાં મોટો રાજકીય ભૂકંપ આવશે. ઉપરાંત તેમણે ટીએમસી સરકાર પર જાતિના બનાવટી સર્ટિફિકેટ જાહેર કરીને ઓબીસીના અધિકારોને મુસ્લિમોને આપ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. #TMC #PMModi #WestBengal #Politics #Election #Election2024 #LoksabhaElection #Gscard #Gujaratsamachar

5/30/2024, 3:25:10 PM

મુંબઇની તાજ હોટલમાં રોકાયેલી એક મહિલાએ ગેટ પર આરામ ફરમાવાતા એક રખડતા શ્વાનનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. તેમણે કહ્યું છે કે, ‘ફાઈવ સ્ટાર હોટલમાં આ કૂતરા વિશે સવાલ કરતા તાજના સ્ટાફે જણાવ્યું હતું કે આ કૂતરો જન્મથી આ હોટલનો ભાગ રહ્યો છે. તેથી રતન તાતાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેને તાજ હોટલના પરિસરમાં પ્રવેશ આપવામાં આવે. એટલું જ નહીં, તેની સાથે સારો વ્યવહાર કરવામાં આવે.’ #Mumbai #Tajhotel #Ratantata #StrayDog #Humanity #Gscard #Gujaratsamachar

5/30/2024, 3:16:55 PM

સપા નેતા આઝમ ખાનને ડૂંગરપુર કેસમાં MP-MLA સ્પેશિયલ કોર્ટ દ્વારા 10 વર્ષની સજા અને 14 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આઝમ ખાન વિરુદ્ધ ડૂંગરપુરમાં લોકોનાં મકાન જબરદસ્તી ખાલી કરાવવાનો, તોડી પાડવાનો અને મારપીટ કરવાનો આરોપ હતો. 6 ડિસેમ્બર 2016ની ઘટનામાં આઝમ ખાન વિરુદ્ધ 2019માં કેસ નોંધાયો હતો જેમાં હવે રામપુર જિલ્લાની એમપી-એમએલએ કોર્ટે પૂર્વ કેબિનેટ મંત્રી આઝમ ખાનને દોષિત જાહેર કરીને સજા જાહેર કરી છે. #SP #AzamKhan #UP #UPNews #Gscard #Gujaratsamachar

5/30/2024, 2:53:29 PM

PM Modi Loksabha campaign: આજે દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારતની લોકસભા ચૂંટણી માટે પ્રચાર થંભી ગયો છે. વડાપ્રધાન મોદીએ આ ચૂંટણી માટે 206 જનસભા અને રોડ શૉ કર્યા. એટલું જ નહીં, 80 ઈન્ટરવ્યૂ પણ આપ્યા. વડાપ્રધાન મોદીએ 2019ની ચૂંટણીમાં 142 રેલી કરી હતી. #PMModi #MCC #PMRally #Gscard #Gujaratsamachar

5/30/2024, 2:36:12 PM

દેશના પાટનગર દિલ્હીમાં પાણીની અછતના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. પાણીના એક એક ટીપાં માટે લોકો પરેશાન થઈ રહ્યા છે. એવામાં ઘણી જગ્યાઓ પર માટલાં લઈને લોકોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવતા લાંબી-લાંબી કતારો જોવા મળી હતી. #Delhi #Delhiwatercrisis #Kejriwal #DelhiCM #Gscard #Gujaratsamachar

5/30/2024, 2:11:28 PM

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે 'છેલ્લા 15 દિવસમાં વડાપ્રધાને તેમના ભાષણોમાં 232 વખત કોંગ્રેસનું અને 573 વાર I.N.D.I.A. ગઠબંધનનું નામ લીધું છે, 758 વખત પોતાના (મોદી) નામનો ઉલ્લેખ કર્યો છે. આ સિવાય 421 વાર મંદિર-મસ્જિદ અને 224 વાર પાકિસ્તાન વિશે વાત કરી છે, પરંતુ બેરોજગારી વિશે એક પણ વખત વાત નથી કરી.' #PMModi #Kharge #Congress #Opposition #Election #Election2024 #LokSabhaElection #Gscard #Gujaratsamachar

5/30/2024, 1:52:29 PM

જમ્મુનાં અખનૂરમાં શ્રદ્ધાળુઓને લઈને જતી બસ પલટી ખાઈને ખીણમાં પડી જતાં 15 તીર્થયાત્રીઓએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 25થી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ છે. બસ જમ્મુ-પૂંછ હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે તે 150 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. એક પોલીસ અધિકારીનાં જણાવ્યા પ્રમાણે બસમાં ઉત્તર પ્રદેશના હાથરસનાં લગભગ 60 લોકો મુસાફરી કરી રહ્યા હતા. શ્રદ્ધાળુઓ શિવ ખોડી જઈ રહ્યા હતા. દુર્ઘટના બાદ મુસાફરોને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. #Jammu #BusCollapse #BusAccident #JammuBusAccident #Gscard #Gujaratsamachar

5/30/2024, 1:21:24 PM

રાજકોટમાં ગેમઝોનમાં બનેલી આગની ઘટનામાં મોટી સંખ્યામાં બાળકો મૃત્યુ પામ્યા છે ત્યારે સ્કૂલે આવતા જતા બાળકોની સુરક્ષાને લઈને પણ સ્કૂલ સેફ્ટી પોલીસી અંતર્ગત સરકાર દ્વારા નવેસરથી પરિપત્ર કરીને તકેદારી રાખવા જરૂરી પગલા લેવા માટે આદેશ કરાયો છે. જે અંતર્ગત સ્કૂલ રીક્ષા કે વેનમાં વધુ સંખ્યામાં બાળકો ન બેસાડવામાં આવે તે જોવાની જવાબદારી સ્કૂલ સંચાલકની રહેશે. વધુ બાળકો બેસેલા જણાય તો વાલી કે સંચાલકે તાકીદે આરટીઓ અને ટ્રાફિક પોલિસને જાણ કરવાની રહેશે. #schoolsafety #childrenSafety #GujaratGovernment #Governmentaction #schoolSafetyPolicy #Gscard #Gujaratsamachar

5/30/2024, 1:16:04 PM

AMC Seal 52 Units: રાજકોટ ખાતે બનેલા અગ્નિકાંડ તથા ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સફાળું જાગ્યું છે. શહેરના સાત ઝોનમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં ફાયર એન.ઓ.સી.ના મુદ્દે 52 જેટલા હોસ્પિટલ તથા ટયુશન કલાસીસ સહિતના એકમ સીલ કરવામાં આવ્યા હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. #AMC #AMCaction #FireSafety #NOC #Gscard #Gujaratsamachar

5/30/2024, 12:56:22 PM

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે વડાપ્રધાન મોદી પર નિશાન સાધતાં તેમના પર વડાપ્રધાન પદની ગરિમા ઓછી કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એક પત્રમાં કહ્યું છે કે ઈતિહાસમાં કોઈ વડાપ્રધાને સમાજના કોઈ એક વિશેષ વર્ગ કે વિપક્ષ પર આટલા ઘૃણિત, અસંસદીય શબ્દો નથી કહ્યા. પીએમ મોદીએ ચૂંટણીના ભાષણોમાં નફરત ફેલાવતા દ્વેષપૂર્ણ ભાષણો આપ્યા. #PMModi #ExPMManmohamsinh #Manmohansinh #Politics #Election #Election2024 #Gscard #Gujaratsamachar

5/30/2024, 12:26:14 PM

રશ્મિકા મંદાના તેલુગુમાં બોલતી હોવાથી એક ચાહકે તેને 'X' પર સવાલ કર્યો હતો કે 'તમે અંગ્રેજીમાં કેમ નથી બોલતા? એવું કરશો બીજા રાજ્યના ફેન્સ પણ તમને સમજી શકશે.’ આ અંગે જવાબ આપતા રશ્મિકાએ કહ્યું કે 'હું અંગ્રેજી બોલવાનો પ્રયત્ન કરું છું, પરંતુ મને લાગે છે કે જે લોકો મને તેમની ભાષામાં બોલતા જોવા માંગે છે તેમને એવું લાગશે કે હું ભાષાનું અપમાન કરી રહી છું.' #Rashmikamandhana #Rashmika #Telugu #Bollywood #Gscard #Gujaratsamachar

5/30/2024, 11:56:07 AM

રાજકોટમાં 28 લોકોનો ભોગ લેનારા TRP ગેમ ઝોનની અગ્નિકાંડમાં બે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવાતા સરકારના ઈરાદા પર શંકા સેવાઈ રહી છે. આ ઘટના પછી તો રાજ્ય સરકાર કુલડીમાં ગોળ ભાંગીને કેસને રફેદફે કરવાની ફિરાકમાં હોવાની ચર્ચા છે. આ ઘટનાની તપાસ માટે આઈજીપી સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં અને ડીવાયએસપી ભરત બસિયાની આગેવાનીમાં એમ બે-બે એસઆઈટીની રચના કરાતા સરકાર શંકાના દાયરામાં છે. સરકારનાં સૂત્રોનું કહેવું છે કે, આઈજીપી સુભાષ ત્રિવેદીની ટીમ તંત્રમાં કોના દ્વારા બેદરકારી દાખવાઈ છે તેની તપાસ કરશે, તો ડીવાયએસપી ભરત બસિયાની ટીમ આગ કેમ લાગી, કોઈ કાવતરું હતું કે છે નહીં તેની તપાસ કરશે. નિવૃત્ત પોલીસ અધિકારીઓના મતે, આ બધી બાબતો તપાસનો જ ભાગ છે. આ માટે અલગથી એસઆઈટી બનાવવાની જરૂર જ નથી. #RajkotNews #Curroption #Rajkot #SIT #RajkotTragedy #RajkotTrpGamezone #Rajkotfiretragedy #Gscard #Gujaratsamachar

5/30/2024, 11:35:21 AM

IPLમાં કોમેન્ટ્રી દરમિયાન સુરેશ રૈનાને આકાશ ચોપરાએ પૂછ્યું હતું કે શું તે નિવૃત્તિ પાછી ખેંચીને ફરીથી ક્રિકેટનાં મેદાન પર આવવા માંગે છે? સુરેશ રૈનાએ જવાબમાં કહ્યું હતું કે, 'મારુ નામ સુરેશ રૈના છે. શાહિદ આફ્રિદી નહીં.' આ રમૂજી જવાબે ઘણા ક્રિકેટ ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યાર બાદ આફ્રિદીને ICC T20 વર્લ્ડકપ 2024નો એમ્બેસેડર બનાવવામાં આવતા ટ્વિટર પર એક ક્રિકેટ ફેને સુરેશ રૈનાને સવાલ પૂછ્યો હતો. રૈનાએ જવાબમાં કહ્યું હતું કે, 'હું T20 વર્લ્ડકપનો એમ્બેસેડર નથી પરંતુ મારા ઘરે 2011નો ક્રિકેટ વર્લ્ડકપ છે.' જો કે બાદમાં આફ્રિદીનાં કહેવાથી રૈનાએ આ પોસ્ટ ડિલીટ કરી હતી. આફ્રિદીએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે. 'સુરેશ રૈના સાથે મારે ક્રિકેટની સારી એવી યાદો છે. એ સારો વ્યક્તિ છે. મેં તેની સાથે વાત કરી તો એ નાના ભાઈની જેમ સમજ્યો હતો.' #SureshRaina #ShahidAfridi #Critcket #Gscard #Gujaratsamachar

5/30/2024, 11:25:33 AM

હેલ્થ ઈન્શ્યોરન્સ ધરાવતાં લોકો માટે સારા સમાચાર છે. IRDAIએ હવે વીમા પોલિસીના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. હવે કોઈ વીમા ધારક અનુરોધ કરે તેના એક કલાકની અંદર જ વીમા કંપનીએ કેશલેસ સારવારની અનુમતિ પર નિર્ણય આપવો પડશે. જેથી હવે વીમા ધારકે હોસ્પિટલમાંથી રજા મળે તેની રાહ જોવાની રહેશે નહીં. જો ત્રણ કલાકની અંદર આ નિર્ણય લેવામાં આવતો નથી તો બિલ કંપનીએ ભરવાનું રહેશે. #IRDAI #HealthInsurance #Vima #Gscard #Gujaratsamachar

5/30/2024, 10:37:14 AM

R Praggnanandhaa: ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદાએ નૉર્વે ચેસ ટૂર્નામેન્ટમાં વિશ્વના નંબર વન ખેલાડી મેગ્નસ કાર્લસનને મ્હાત આપી ક્લાસિકલ ચેસમાં પોતાની પ્રથમ જીત નોંધાવી છે. તેણે આ પહેલા રેપિડ ચેસમાં કાર્લસન સામે જીત હાંસલ કરી હતી. પ્રજ્ઞાનાનંદા ચોથો ખેલાડી છે જેણે કાર્લસન સામે જીત મેળવી હોય. #RPraggnanandhaa #MagnusCarlsen #Chess #Gujaratsamachar #Gscard

5/30/2024, 10:13:35 AM

Suryakumar Yadav get cricketor of the year: T20 વર્લ્ડ કપ 2024 શરૂ થવામાં હવે બે દિવસ બાકી છે. ત્યારે આ મેગા ઈવેન્ટ પહેલા ICCએ ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટર સૂર્યકુમાર યાદવને ICC મેન્સ T20I ક્રિકેટર ઓફ ધ યર 2023નો એવોર્ડ આપ્યો છે. સૂર્યકુમાર યાદવે સતત બીજા વર્ષે આ એવોર્ડ મેળવ્યો છે. આ સાથે તે સતત બીજા વર્ષે આ એવોર્ડ મેળવનાર એકમાત્ર ખેલાડી બન્યો છે. #T20WC #SuryaKumarYadav #CricketoroftheYear #ICC #BCCI #Gscard #Gujaratsamachar

5/30/2024, 9:40:51 AM

Congress Complaint against PM Modi in EC: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી મેના રોજ કન્યાકુમારી પહોંચી રહ્યા છે. અહીં રોક મેમોરિયલમાં તેઓ મૌન સાધના કરવાના છે. ત્યારે હવે કોંગ્રેસની માંગ છે કે આ સાધનાના પ્રસારણ પર રોક લગાવવામાં આવે. નોંધનીય છે કે પહેલી જૂને લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે મતદાન થશે. મતદાનના 36 કલાક પહેલાથી પ્રચાર પર રોક લાગી જાય છે જેણે સાઇલેન્ટ પિરિયડ કહેવામાં આવે છે. કોંગ્રેસનો તર્ક છે કે વડાપ્રધાન મોદી આ સાધના કરીને સાઇલેન્ટ પિરિયડનો ભંગ કરી આચારસંહિતાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. #PMModi #Congress #EC #ECI #MCC #MCCbreak #Gscard #Gujaratsamachar

5/30/2024, 9:23:45 AM

Heavy Wind prediction In Gujarat: જૂન મહિનાની શરૂઆત પહેલાં ગુજરાતનાં લોકો હવે મેઘરાજા આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક સુધી ગુજરાતના ચાર જિલ્લાઓમાં ધૂળની આંધીની આગાહી વ્યક્ત કરી છે. #Gujarat #Kutch #Surendranagar #Patan #Banaskantha #HeavyWind #GujaratNews #Gscard #Gujaratsamachar

5/30/2024, 8:48:34 AM

Cricketer Riyan Parag: IPLમાં ધમાલ મચાવનાર સ્ટાર ખેલાડી રિયાન પરાગે ટીમ ઈન્ડિયામાં પસંદગી મામલે દાવો કર્યો છે. તેણે કહ્યું હતું, કે 'ભલે ગમે તે થાય, હું ભારત માટે તો રમીશ જ. ક્યારેક તો તમારે મારી પસંદગી કરવી જ પડશે. અને હું ખુદ પર ભરોસો છું. આ મારો ઘમંડ નથી. હું 10 વર્ષનો હતો ત્યારથી જ ક્રિકેટ રમું છું.' #RiyanParag #IPL2024 #RR #Cricketer #T20Worldcup #TeamIndia #Gscard #Gujaratsamachar

5/30/2024, 8:26:59 AM

Kejriwal Statement On Congress:દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન અને પંજાબમાં સામસામે ચૂંટણી લડવા મુદ્દે દિલ્હીના CM કેજરીવાલે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું હતું, કે 'કોંગ્રેસ સાથે નથી લવ મેરેજ કે અરેન્જ મેરેજ, આ જોડાણ અસ્થાયી છે. ' આ સિવાય તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જો વિધાનસભા ચૂંટણીમાં તેમને જેલમાં જ રાખવામાં આવ્યા તો દિલ્હીની તમામ 70 બેઠકો પર પ્રચાર વગર જ આમ આદમી પાર્ટી જીતી જશે. #Kejriwal #Congress #Oppostion #INDIAlliance #KejriwalStatement #DelhiCM #LokSabhaElection #Election2024 #Gscard #Gujaratsamachar

5/30/2024, 8:24:34 AM

Monsoon In Kerala: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં અંગ દઝાડતી ગરમીના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે હવે મેઘરાજા રાહતનો વરસાદ લઈને કેરળ પહોંચી ગયા છે. હવામાન વિભાગની આગાહીના એક દિવસ પહેલા જ કેરળમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. કેરળથી ધીમે ધીમે ચોમાસું ઉત્તર તરફ આવશે અને થોડા દિવસ બાદ ગુજરાત પહોંચશે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે રેમલ વાવાઝોડાના કારણે આ વર્ષે ચોમાસું વહેલું છે. #Kerala #Gujarat #Monsoon #MonsooninKerala #MonsooninGujarat #SummerEnding #RemalCyclone #Gscard #Gujaratsamachar

5/30/2024, 7:54:58 AM

Indian Students Protest In Canada: કેનેડાના સૌથી નાના પ્રાંત પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ (પી. ઈ. આઈ. )એ કેટલાક દિવસ પહેલા તેની ઈમિગ્રેશન પરમિટમાં 25 ટકા ઘટાડો કર્યો છે. તેના પગલે ભારતીય વિદ્યાર્થીઓને પરત મોકલવામાં આવે તેવો ડર છે. જેના વિરોધમાં પાંચ દિવસથી ભારતીય વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ કરી રહ્યા છે. #Canada #India #IndianStudents #Protest #HungerProtest #PEI #CanadianImmigratinpermit #Gscard #Gujaratsamachar

5/30/2024, 7:29:10 AM

Lok Sabha Election 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવાદિત નિવેદન કરતાં કહ્યું કે બ્રિટિશ ડિરેક્ટર રિચર્ડ એટનબરોએ ગાંધી ફિલ્મ ન બનાવી ત્યાં સુધી ગાંધીજીને વિશ્વમાં કોઈ ખાસ ઓળખ નહોતી મળી. ગાંધી મહાન વૈશ્વિક આગેવાન હતા અને તેમણે વિશ્વમાં જે સન્માન મળવું જોઇતું હતું તે સન્માન મળ્યું નથી. એક ઈન્ટરવ્યૂ દરમિયાન પીએમ મોદીએ આ ટિપ્પણી કરતાં કહ્યું કે ગાંધીજી જેવા મહાન નેતા અંગે સમગ્ર વિશ્વ જાણે તે જોવાની જવાબદારી આપણા રાજકીય નેતાઓની હતી પણ એક ફિલ્મ ડિરેક્ટરે પૂરી. પીએમ મોદીના આ નિવેદન પર વિપક્ષે આકરા પ્રહારો કર્યા હતા. #Loksabhaelection2024 #Narendramodi #PMmodi #MahatmaGandhi #Election2024 #Gscard #Gujaratsamachar

5/30/2024, 7:03:14 AM

બે નામો ચર્ચામાં છે ત્યારે ટીમ ઈન્ડિયાના હેડ કોચ માટે સૌથી વધુ યોગ્ય કોણ? ગૌતમ ગંભીર એમ.એસ. ધોની #GautamGambhir #GG #MSD #MSDhoni #India #TeamIndia #IndianCricketteam #TeamIndiaCoach #IndianCricket #Gscard #gujaratsamachar

5/29/2024, 6:30:32 PM

T20 વર્લ્ડકપ જીતનાર ટીમને 13.30 કરોડ રૂપિયા મળશે, જ્યારે IPL જીતનાર ટીમને મળ્યા 20 કરોડ રૂપિયા શું કહેશો તમે આ મુદ્દે? #Cricket #T20WC #T20WorldCup #IPL #IndianPremiurLeague #Gscard #gujaratsamachar

5/29/2024, 6:00:14 PM

ગરમી વધવાની સાથે દિલ્હીમાં જળ સંકટની સમસ્યા સર્જાઈ છે. આ કારણસર તંત્રએ નિર્ણય લીધો છે કે, રાજધાનીના જે વિસ્તારોમાં દિવસમાં બે વાર પાણી અપાતું હતું, ત્યાં હવે એક જ વાર પુરવઠો અપાશે. જેથી બચેલું પાણી જરૂરિયાતવાળા વિસ્તારોમાં પહોંચાડી શકાય. આ અંગે દિલ્હીના મંત્રી આતિશીએ જણાવ્યું કે, 'પાણીની જરૂરિયાતને પહોંચી વળવા અમે બોરવેલ ચલાવવાનો સમય 6-7 કલાકથી વધારી 14 કલાક કર્યો છે. પાણીના ટેંકરોની સંખ્યા પણ વધારી છે.' આ દરમિયાન દિલ્હી સરકારે લોકોને પાણીનો વેડફાટ કરનારાને દંડ ફટકારવાની ચીમકી પણ આપી છે. #Delhiwatercrisis #Delhi #Delhinews #Heatwave #summer #Gscard #Gujaratsamachar

5/29/2024, 5:03:37 PM

હાલ ચાંદીમાં રેકોર્ડ તેજીનો દોર જારી રહ્યો છે. વૈશ્વિક બજારોની સથવારે આજે સ્થાનિક બજારમાં ચાંદી રૂ. 94,000 પ્રતિ કિગ્રાની સર્વોચ્ચ ટોચે પહોંચ્યું હતું. અમદાવાદ બજારમાં સોનાની કિંમત આજે પ્રતિ 10 ગ્રામ નજીવી રૂ. 200 વધી રૂ. 74,750 નોંધાઈ, જ્યારે ચાંદીનો ભાવ રૂ.1000ના ઉછાળા સાથે પ્રતિ કિલો રૂ. 94,000ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો. અગાઉ 22 મેના રોજ ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. 93,000ની ટોચે પહોંચ્યો હતો. #SilverPrices #AllTimeHigh #RecordSurge #PreciousMetals #MarketTrends #Gscard #GujaratSamachar

5/29/2024, 4:17:47 PM

દેશભરમાં પ્રચંડ ગરમીનો પ્રકોપ યથાવત્ છે. અહીં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે રેકોર્ડ થઈ રહ્યું છે. દેશના અનેક રાજ્યોની સ્કૂલોમાં ગરમીના કારણે રજા આપી દેવાઈ છે, પરંતુ બિહારમાં હજુ પણ સ્કૂલો ચાલુ છે. બિહારના બેગૂસરાય અને શેખપુરામાં 50 વિદ્યાર્થિની બેહોશ થઈને ક્લાસરૂમમાં ઢળી પડી હતી. આ કારણસર રાજ્ય સરકારે આઠમી જૂન સુધી તમામ સ્કૂલો બંધ રાખવાનો આદેશ કર્યો છે. નોંધનીય છે કે, દિલ્હીમાં 50 ડિગ્રીએ પહોંચેલા મહત્તમ તાપમાને છેલ્લા 100 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ ઉપરાંત ગુજરાત સહિત રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના લોકો પણ કાળઝાળ ગરમીના કારણે પરેશાન છે. #Bihar #Summer #Heatwave #HeatStroke #Schoolvacation #Biharnews #Gscard #Gujaratsamachar

5/29/2024, 3:57:42 PM

T20 World Cup 2024 ICC Ban Jersey: વિશ્વ કપ 2024ની શરૂઆત પહેલા ICCએ યુગાન્ડાની ટીમને મોટો ઝટકો આપ્યો છે. ICCએ યુગાન્ડાની ટી શર્ટ પર પ્રતિબંધ લગાવી નવી ટી-શર્ટ બનાવવાનો આદેશ આપ્યો છે. મામલો જાણે એવો છે કે યુગાન્ડાની ટી-શર્ટમાં ખભાની પાસે પક્ષીની પાંખો બનેલી હતી જેના કારણે સ્પોન્સર લોગો યોગ્ય રીતે દેખાતો ન હતો. આ જ કારણસર ICCએ ટી-શર્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જો કે, યુગાન્ડાએ હવે તેના ખેલાડીઓ માટે નવી ટી-શર્ટ લોન્ચ કરી છે. #T20WorldCup #WorldCup2024 #ICC #UgandajerseyBan #Ugandacricketteam #Gscard #Gujaratsamachar

5/29/2024, 3:30:43 PM

પ્રોજેક્ટ ટાઈગરના એક કાર્યક્રમ માટે કર્ણાટકના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષે મૈસૂરની એક હોટેલમાં રોકાયા હતા. જોકે હવે હોટેલનો દાવો છે કે હજુ સુધી બિલના 80 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા નથી. વિવાદ વચ્ચે કર્ણાટક સરકારે કહ્યું છે કે અમે આ બિલની ચૂકવણી કરીશું. રાજ્ય સરકારનો દાવો છે કે કેન્દ્રને બિલ મોકલવામાં આવ્યું હતું પરંતુ પૈસા ચૂકવવાનો ઈનકાર કરતાં હવે અમે ભરપાઈ કરીશું #ModiHotelBill #UnpaidBill #KarnatakaGovernment #HotelControversy #ProjectTigerVisit #GovernmentAccountability #MysoreVisit #PoliticalRow #PaymentDispute #CentreVsState #Gscard #gujaratsamachar

5/29/2024, 3:20:57 PM

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ મહત્ત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે ‘ચોથી જૂને લોકસભા ચૂંટણીના પરિણામો આવશે, પરંતુ અમે રાજકોટમાં કોઈ પણ પ્રકારની ઉજવણી નહીં કરીએ.’ નોંધનીય છે કે, રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા પણ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદનને લઈને વિવાદમાં છે. અગાઉ 28 મેના રોજ તેઓ રાજકોટ અગ્નિકાંડના પીડિતોને મળવા રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં મૃતકોના પરિવારજનોએ તેમને રીતસરના ઘેરીને સવાલો પૂછ્યા હતા. #BJP #GujaratBJP #Rajkot #RajkotNews #RajkotTragedy #Rajkotfiretragedy #Gscard #Gujaratsamachar

5/29/2024, 3:04:23 PM

લખનઉ સુપર જાયન્ટ્સના હેડ કોચ જસ્ટિન લેંગરે જણાવ્યું હતું કે, તેણે આઇપીએલ બાદ ભારતમાંથી જતા પહેલાં મુંબઇની ધારાવી વસ્તીમાં રહેતા ટીમનાં ફિઝિયોથેરાપિસ્ટ ચંદ્રશેખરના ઘરની મુલાકાત લીધી હતી. તેણે કહ્યું હતું કે, 'ફિઝિયોથેરાપિસ્ટ ચંદ્રશેખરે મને જણાવ્યું હતું કે તેનું ઘર હું જે હોટલમાં રોકાયેલો હતો તેના બાથરૂમના કદ જેટલું છે અને ત્યાં તે તેની માતા, પિતા, ભાઇ, બહેન અને બનેવી સાથે રહે છે. જે સાંભળી મને ઘણી નવાઇ લાગી અને હું તેના પરિવારને મળવા તેના ઘરે ગયો. આવા એક રૂમના ઘરને જોઈને હું ચોંકી ઉઠ્યો હતો. આ અનૂભવ મારા વૈભવી જીવનથી સંપૂર્ણ અલગ હતો. આ સ્થિતિ જોઈને હું પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનું છું. મને જાણવા મળ્યું કે બીજા લોકો પોતાનું જીવન કેવી રીત જીવે છે.' #LSG #LucknowSuperGaints #Justinlanger #Mumbai #Dharavi #luxurilife #Gscard #Gujaratsamachar

5/29/2024, 1:39:20 PM

28 મે 2024નાં દિવસે દિલ્હીનાં ઇતિહાસમાં પહેલી વખત તાપમાનનો પારો 49.69 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો. કેટલાક વિસ્તારો, જેવા કે મૂંગેશપુરમાં 49.9 ડિગ્રી, નજફગઢમાં 49.8 અને નારેલામાં 49.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સિવાય રાજસ્થાનમાં પણ પિલાનીમાં 25 વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો હતો અને 49 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજસ્થાનમાં ચુરૂમાં 50.8 ડિગ્રી જ્યારે જેસલમેરમાં તો તાપમાન 50ને પાર જતાં વિંડમિલમાં આગ લાગી ગઈ હતી. આ સિવાય દેશમાં વધતી ગરમીનાં કારણે હિટસ્ટ્રોકનાં દર્દીઓની વધતી સંખ્યા પણ ચિંતાનું કારણ બની છે. #Delhi #Delhiheat #Heatwave #Summer #Rajasthan #Heatstroke #Gscard #Gujaratsamachar

5/29/2024, 11:43:44 AM

Deliver your message directly into the hands of your audience! Our expert pamphlet distribution ensures maximum impact. 🚀📄 Contact Number :- 8849954340 Designed By :- @shivu1503 #advertising #distribution #marketing #socialmedia #business #instagram #follow #like #marketingstrategy #advertisingagency #entrepreneur #advertisement #smallbusiness #onlinemarketing #distribute #ahmedabad #gujarat #newspaper #pamphlet #service #timesofindia #sandesh #gujaratsamachar #divyabhaskar #trust

5/29/2024, 11:39:10 AM

ટીમ ઇન્ડિયાના હેડ કોચ માટે ગૌતમ ગંભીર યોગ્ય પસંદગી હશે? #GautamGambhir #TeamIndiaCoach #CricketLeadership #HeadCoachDebate #CricketIndia #GambhirForCoach #TeamIndia #CricketExpert #CoachingCandidate #IndianCricket #Gscard #gujaratsamachar

5/29/2024, 10:22:41 AM

રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાનાં પૂર્વ વડા બ્રિજભૂષણ સિંહનાં દીકરા અને હવે કેસરગંજ બેઠકથી ભાજપનાં લોકસભા ઉમેદવાર કરણ ભૂષણ સિંહ પોતાનાં કાફલા સાથે હજૂરપુર જઈ રહ્યા હતા. આ દરમિયાન બહરાઈચ હજૂરપુર માર્ગ પર પોલીસ સ્કોર્ટ લખેલ ફોર્ચ્યુનર કાર ઓવરટેક કરવા દરમિયાન મોટરસાઇકલ લઈને જતાં બે યુવાનો સાથે ટકરાઇ હતી. આ ઘટનામાં બંને યુવાનોનાં મોત થયા હતા. આ કાર કરણ ભૂષણ સિંહનાં કાફલાની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર ફોર્ચ્યુનર કાર ઓવરટેક કરવા જતી હતી એ દરમિયાન 21 વર્ષીય યુવક રેહાન અને 20 વર્ષીય યુવક શહઝાદ ખાનને કચડીને વિજળીનાં થાંભલાને તોડી સામેનાં ઘરમાં બેઠેલ 60 વર્ષીય મહિલા સીતાદેવીને કચડીને જતી રહી હતી. #KaranBhushanSingh #BJPConvoyAccident #TragicIncident #RoadSafety #JusticeForVictims #PoliticalAccountability #PublicSafety #BrijBhushanSingh #Gscard #Gujaratsamachar

5/29/2024, 9:55:11 AM

રાજકોટમાં TRP ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં 30 લોકોના મોત ઘટના ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક છે. આ ઘટનામાં ઘણા પ્રશ્નો ઉભા થાય છે, ખાસ કરીને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરવા અને જ્વલનશીલ પદાર્થોના ગેરકાયદેસર સંગ્રહ જેવા મુદ્દાઓને લઈને. જે સૌથી વધુ ચિંતાજનક છે તે છે દુર્ઘટના સ્થળ, જેને 'ક્રાઈમ સીન' ગણવામાં આવે છે, તેને માત્ર 96 કલાકમાં બુલડોઝર દ્વારા સપાટ કરી દેવામાં આવ્યો. કોઈપણ દુર્ઘટનામાં ગુનો સાબિત કરવામાં ક્રાઇમ સીન સૌથી મહત્વનો ભાગ ભજવે છે. પણ અહીં તો ક્રાઇમ સીનને જ ભારે ઉતાવળ રાખી સાફ કરી દેવાયો છે. આ ઝડપી કાર્યવાહી શંકાસ્પદ લાગે છે અને પુરાવાનો નાશ કરવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહી છે. ઘટનાની તપાસ કોઈ સ્વતંત્ર એજન્સી દ્વારા કરાવવી જોઈએ જેથી ખાતરી થઈ શકે કે કોઈ પણ ગેરરીતિ છુપાવવામાં આવી નથી. #RajkotNews #Bulldozer #GamezoneBulldozed #Bulldozeraction #Rajkot #RajkotTragedy #RajkotTrpGamezone #Rajkotfiretragedy #Gscard #Gujaratsamachar

5/29/2024, 9:40:33 AM

રાજકોટ અગ્નિકાંડમાં મહત્વની ખબર,ગેમઝોનના મુખ્ય આરોપી પ્રકાશ કનૈયાલાલ હીરણનું મોત, DNA રિપોર્ટમાં થયો ખુલાસો રાજકોટ આંગકાંડમાં ગેમઝોનના ભાગીદાર પ્રકાશ કનૈયાલાલ હીરાણીનું પણ મોત થયાની ખબર સામે આવી રહી છે. જે મૃતદેહ મળ્યા હતા તેની તપાસ દરમિયાન આ મહત્વનો ખુલાસો થયો છે. આ ઘટનામાં કુલ 32 લોકોના મોત થાય છે અને તેમાં કેટલીક જરુરી મહત્વની તપાસ હાલ પોલીસ સહિત વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવી છે. #kutchnews #kutchshwetnewsgandhidham #kutchshwet #kutchgujarat #kutchmitra #rajkot #rangilorajkot #gamezonrajkot #gujaratsamachar #kutch

5/29/2024, 9:30:26 AM

રાજકોટનાં ટીઆરપી મોલમાં થયેલા અગ્નિકાંડમાં ફાયર બ્રિગેડ અને પોલીસને શરીરથી છૂટા પડી ગયેલા સાત પગ મળ્યા છે. આ પગ કોના એ મુદ્દે પોલીસ મૂંઝવણમાં છે કેમ કે ડીએનએ ટેસ્ટમાં આ પગના ડીએનએ પોતાનાં સ્વજનો ગુમ થયાં હોવાની ફરિયાદ નોંધાવનારા લોકોમાંથી કોઈની સાથે મેચ થતા નથી. આ પગ ગેમ ઝોનમાં કામ કરતા બીજાં રાજ્યોના છોકરાઓના હોવાની શક્યતા છે. એકલા જ રહેતા આ છોકરાઓના પરિવારજનો હાજર નથી તેથી તેમની ઓળખ થવામાં મુશ્કેલી પડી રહી છે. #RajkotNews #DNAtest #Rajkot #RajkotTragedy #RajkotTrpGamezone #Rajkotfiretragedy #Gscard #Gujaratsamachar

5/29/2024, 9:05:46 AM

Read Full Article On - Epaper.GujaratSamachar.Com @shubh_arogyam_amrutam #Memoryloss #diabetes #HealthCare #gscard #Gujaratsamachar #Doctor #Treatment

5/29/2024, 8:16:23 AM

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે 25 વર્ષ બાદ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વાત એમ છે કે, પાકિસ્તાનના પરમાણુ પરીક્ષણોની 26મી વર્ષગાંઠ નિમિત્તે PML-Nની બેઠકમાં લોકોને સંબોધતા નવાઝ શરીફે જણાવ્યું હતું કે, 1998માં પાકિસ્તાને પાંચ પરમાણુ પરિક્ષણો કર્યા હતા ત્યાર બાદ ભારતના તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી લાહોર આવ્યા હતા અને વાટાઘાટો બાદ બંને દેશો વચ્ચે 1999માં 'લાહોર કરાર' પર હસ્તાક્ષર થયા હતા. બંને દેશો વચ્ચે શાંતિ અને સ્થિરતાના વિઝનની વાત કરતી સમજૂતીને મોટી સફળતા મળી હતી. પરંતુ અમે એ વચનની વિરુદ્ધ ગયા એ અલગ વાત છે. તેમણે સ્વિકાર્યું કે, આ કરાર તોડવા માટે પાકિસ્તાન દોષિત છે. #India #Pakistan #NawazSharif #AtalBiharivajpeyi #PakistanAtombombtest #Kargil #Lahortreaty #Gscard #Gujaratsamachar

5/29/2024, 8:16:20 AM

Lok Sabha Elections 2024: વિવિધ રાજકીય પાર્ટીઓના નામે દાન ઉઘરાવ્યાં બાદ આવકવેરામાં કપાતનો લાભ લેતાં 1000 કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ આચરાયાની વિગતો સામે આવી છે. આ મામલે સીઆઈડી ક્રાઈમે બે અમદાવાદના આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ.એન.વોરાએ આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. નોંધનીય છે કે, સીઆઈડી ક્રાઈમે પાંચ રાજકીય પાર્ટીના અધ્યક્ષ સહિતના હોદ્દેદારને પણ આરોપી બનાવ્યા છે. #LoksabhaElection2024 #Election2024 #Taxstealing #PoliticalParties #Scam #Politics #Gscard #Gujaratsamachar

5/29/2024, 7:34:47 AM

મુંબઈનાં મહત્વકાંક્ષી પ્રોજેકટ પૈકી મુંબઈ મહાનગરપાલિકાએ 14 હજાર કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરેલા કોસ્ટલ રોડમાં આવેલી દેશની પ્રથમ અંડરવૉટર સી ટનલમાં લીકેજ થતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હજુ તો આ કોસ્ટલ રોડની એક લેન શરુ થયાને માંડ બેથી અઢી મહિના થયા છે ત્યાં આ પ્રકારના લીકેજની નોંધ લઈ મુખ્યમંત્રી એકનાથ શિંદે ખુદ જાત તપાસ માટે દોડતાં થતાં સમગ્ર તંત્ર રઘવાયું બન્યું હતું. #Underwaterseatunnel #leakageinseatunnel #BMC #Mumbai #CMEknathShinde #Gscard #Gujaratsamachar

5/29/2024, 7:03:46 AM

વિરાટ કોહલીનાં બાળપણનાં કોચ રાજકુમાર શર્માએ કહ્યું હતું કે, ' જો મહેન્દ્ર સિંહ ધોની ફ્રેન્ચાઇઝ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લે તો એ ભારતીય ક્રિકેટ ટીમનાં કોચ બનવા માટે ખૂબ સારો વિકલ્પ છે. ધોની ઘણું ક્રિકેટ રમ્યો છે અને મોટી મોટી ટુર્નામેન્ટ જીત્યો છે. ડ્રેસિંગ રૂમમાં પણ તેનું ઘણું માન છે.' શું તમે પણ માનો છો કે ધોનીએ ભારતીય ક્રિકેટ ટીમનું કોચપદ સ્વીકારવું જોઈએ? #Dhoni #BCCI #MSD #Mahi #ViratKohlicoach #RajkumarSharma #Indiancricketteamcoach #Cricket #GScard #Gujaratsamachar

5/29/2024, 5:59:10 AM

તારીખ 30 મે ના રોજ રાત્રે 8 વાગ્યે ઉજવાશે શબ્દયાત્રા - ૨ ...આપ સહુ કવિતાના ચાહકો અને ભાવકોને ભાવભર્યું ઇજન છે જરૂર આવો...વધુ વિગતો કાર્ડમાં આપેલ છે...open for all... 😊🙏 #cgca #abhivyakti #ahmedabadevents #ahmedabad_instagram #ahmedabadinstagram #eventahmedabad #kankariyalake #kankaria #vibrantgujarat #teammitraa #gujaratsamachar #divyabhaskarnews #sandeshnews #sandesh #dna #kankariyacarnival #ahmedabadcarnival #chiefminister #gujaratsahitya #gujarat #ahmedabad

5/29/2024, 4:13:25 AM

રાજકોટ શહેરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રઘુવીરદાન અજીતદાન ઈશરાણી ગઢવી પરિવારની વ્હાલસોયી દીકરી આયલબાનું ૬ માસની ઉંમરે અવસાન થયું.પરિવારે આયલબાની આંખોનું દાન કરીને અન્ય જરૂરિયાતમંદને દ્રષ્ટિ આપી. ભગવાન આયલબાના આત્માને શાંતિ અર્પે #kutchshwetnewsgandhidham #kutchshwet #kutch #kutchgujarat #kutchnews #rajkot #angdan #rangilorajkot #gujaratsamachar

5/28/2024, 6:20:34 PM

GK for PSI / કોન્સ્ટેબલ #GujaratSamachar #Gujarat #adivasiculture #adivasi

5/28/2024, 6:03:01 PM

Gujarat State Home Minister shri @iharshsanghavi With Vatsal Rathod @vatsalrathod_official . . #vatsalrathodpictures #vatsalrathod_official #HM #cm #pm #vvip #vippersons #government #gujarat #gujaratsamachar #gujaratstate

3/31/2022, 3:49:53 PM