gujaratigazalanekavita images

Discover Best gujaratigazalanekavita Images of World

#food #travel #sports #news #june #sunday

ગઝલ મૌન પાળીને કાંઠા બચી જાય છે રોજ લાશો લઈને નદી જાય છે એક રીતે ગરીબી જ કહેવાય ને વસ્તુ જોઈને ઈચ્છા થઈ જાય છે એને ઘર કેટલું સાફ કરવું પડે જેનાં ઘરમાંથી કોઈ ગલી જાય છે એવું જ્યાં સાંભળ્યું તો વધુ દુઃખ થયું લોકો બહુ સાદગીથી મરી જાય છે છેલ્લે કોઈ ગુનેગાર હોતું નથી ફક્ત સારું થવાનું રહી જાય છે - ચિરાગ ખોડીફાડ #gujarati #gazal #shayri #kavita #poetry #gujjugram #gujaratishyari #gujaratigazalanekavita #chiragkhodifad

4/18/2024, 11:19:37 AM

ફિતરતમાં નથી... . ફરી એકવાર સંદેશ ન્યુઝપેપર દ્વારા મારી બીજી ગઝલ છપાવામાં આવી... તે માટે નારી પૂર્તી અને સંદેશ ન્યુઝપેપરનો ખૂબ ખૂબ આભાર.... મારા નવા સફરમાં જોડાવા બદલ આપ સૌનો આભાર... . #fitaratmanathi #gujaratigazal #gujaratigazalanekavita #gujaratighazal 💕 #bajirao #deep #deepcreations #asar #amdavadi #amdavad #ahmedabad

3/12/2024, 12:25:50 PM

ગુજરાતના ગાલીબ તરીકે જાણીતા "મરીઝ" સાહેબના જન્મદિવસ નિમિતે તેઓની પ્રસિદ્ધ રચના : હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ; પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ. પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા, મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ. એવી તો બેદિલીથી મને માફ ના કરો, હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઇએ. આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે, હમણાં ભલે કહું છું દવા હોવી જોઇએ. મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી, નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ. ઝાહેદ આ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ, એમાં જરાક જેવી મજા હોવી જોઇએ. પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’, એના મિલનની ક્યાંક જગા હોવી જોઇએ. – મરીઝ #mariz #mariznighazal #gujaratigazal #gujaratigazals #gujaratigazal#gujaratigazalanekavita #gujaratishayri #gujaratishayari❤️ #gujaratishayar #gujaratishayaris

2/22/2024, 9:34:22 PM

આજે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે મરીઝ સાહેબનો સુંદર શેર આવે છે... . #mariz #galib #gujaratigazalshow #gujaratigazal #gujaratigazals #gujaratigazal#gujaratigazalbook #gujju #gujaratigazalkaar #gujaratiquotes #gujaratigazalanekavita #gujaratishayri #gandhinagar #ahmedabad #amdavadi #amdavad #asaramdavadi #valsad #vadodara #surat #bhavnagar #jamnagar #dahod #dholera #rajkot

1/30/2024, 8:15:04 AM

#kavianilchavda #anilchavda #umeshshah #avirat #gujaratigazals #gujaratigazalanekavita #gujjuwrites ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ ગઝલકાર એવા મિત્ર અનિલ ચાવડા સાથે મુલાકાતની એક ઝલક... 😊

12/29/2023, 4:13:37 PM

બધો ભરમ છે યાદ પણ, ભૂલી જા હળવો થશે ભાર પણ. પામવા માંગે તું જેને કહ્યા વિના, જાણીને છોડી દેશે સાથ પણ. મન ભરાય ગયું જોઈ સરોવર, પાણી વિના સુકાઈ હતી પાળ પણ. રંગોનો મેળાપ રંગો જ દેખાડે, મોહક હોય છે અંધારી રાત પણ. મિલન થાય તો જ જીવી શકાય, જીવી શકાય વિના ખાસ પણ. આગળ વધેલો મુસાફર પાછો નહીં ફરે, ના તું છે ના તારી આશ પણ. - સંદિપ વસાવા ' સનયાસ ' #gujaratigazals #gujaratipoem #gujaratipoet #gujaratigazalanekavita #gujaratipoetryandgazal #gujaratiliterature

6/6/2023, 8:38:55 PM

પોસ્ટ ગમે તો like કરો........ Share કરો...... Follow for more : @gujarati._kavi પ્રેમ રૂપી દરિયામાં તમે મોજુ બનીને આવશો તો ડૂબવા પણ તૈયાર છું એક વાર કહી દીધું પ્રોમિસ તો આખી જિંદગી નિભાવવા તૈયાર છું #gujaratigazal #gujaratigazals #gujaratigazalanekavita #gujaratigazal #gujaratigazalshow #gujaratigazalkaar #gujaratigazalshayari #gujaratigazalb #gujaratigazal #gujaratigazalwatcher #gujaratigazalsher #gujaratigazalkar #gujaratigazalbook #gujaratigazalqariter #gujaratigazalsamrat #gujaratigazalinusa #gazal #gazalifestyle #gazals #gazalshoes #gazalalturk #gazaltıkaynağı #gazali #urdugazal #sayri #sayrilovers #sayrivideo

3/5/2023, 10:40:55 AM

આજના આ વેલેન્ટાઈન દિવસ પછી કાલે કોક નું દિલ તૂટ્યું હોય અને મનને મનાવવાનો પ્રયત્ન કરે... આ ઘટનાને દર્શાવતો શેર... . #mariz #gujaratigazal #gujaratigazals #gujaratigazal#gujaratigazalanekavita #gujju #gujaratigazalshow #gujaratigazalkaar #gujaratigazalbook #bajirao #deepcreation #deepedits #sanika #sanujaans❤️ #velentinesday #breakup

2/14/2023, 6:15:20 PM

#gujaratigazalanekavita #Gazalpremi

12/24/2022, 2:49:34 PM

ડૂમા ભર્યા'તા કૈંક અંદર પણ રોવાયું નૈ, એને ખોયા પછી મારાથી કૈં ખોવાયું નૈ ભેટો થયો'તો છૂટા પડ્યા પછીયે છતાં, કેમે મારાથી એની આંખમાં જોવાયું નૈ જજો૯૬✍🏻💙 #gujaratigazal #gujaratishayari #gujarati #gujaratibhasha #gujaratigazalanekavita #gujaratilakhan #gujaratikavita #gujaratipoetry @gujarati_pathshala @gujarati_sahitya_1 @gujarati_kanika @zero_gravity81 @gujarati_kahumbo @sahityafalak @kaviankittrivedi @milindosphere @agan_rajyaguru @himalpandyapoet @kavianilchavda

12/21/2022, 2:09:31 PM

ભેટીને પછી છૂટા પડવાના આસાર તરત દીધા, લૂછ્યા જેના આંસુ એણે જ આંસુ પરત દીધા જાતની બરબાદીના કારણને ઉદ્ધાર માની બેઠો, ચડી ગયું ધીમા ઝેર જેવું મેં એને અમરત દીધા જજો૯૬✍🏻💙 #muktak #gujaratilakhan #gujarati #gujaratibhasha #gujaratishayari #gujaratigazalanekavita

12/19/2022, 6:09:22 AM

પ્રિય છું તો પણ જણાવતાં નથી, હક છે છતાં દાખવતાં નથી. પુસ્તક પણ છે અને વાતો પણ, હટાવી નજર તમે જોતાં નથી. હાથ ના છોડ તું મારો સાથ ના છોડ, આ હાથ પકડનાર મને ગમતાં નથી. પૂછ્યા વગર તું ખ્વાબ જુએ છે મારાં, અરે પણ પારકા પોતાનાં હોતાં નથી. પડે છે કાગળ પર શબ્દનાં આંસુ, તમે છો કે ' સનયાસ ' કહેતાં નથી. - સંદિપ વસાવા #gujaratipoem #gujaratipoetryandgazal #gazal #gujaratigazals #gujaratipoet #gujaratiliterature #gujaratigazalanekavita #gujaratikavi #gujaratisuvichar

12/17/2022, 12:28:36 PM

નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઇ જાયે છે, સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી. પોસ્ટ ગમે તો like કરો........ Share કરો...... Follow for more : @gujarati._kavi #befam #barkatali #gujaratigazal #gujaratigazals #gujaratigazalanekavita #gujaratigazal #gujaratigazalshow #gujaratigazalkaar #gujaratigazalshayari #gujaratigazalb #gujaratigazal #gujaratigazalwatcher #gujaratigazalsher #gujaratigazalkar #gujaratigazalbook #gujaratigazalqariter #gujaratigazalsamrat

11/25/2022, 7:25:19 AM

પાંદડા હસી રહ્યા છે એવા વ્હેમમાં ફૂલ પડી ગયું છે, મારા પ્રેમ મા પોસ્ટ ગમે તો like કરો........ Share કરો...... Follow for more : @gujarati._kavi #gujaratigazal #gujaratigazals #gujaratigazalanekavita #gujaratigazal #gujaratigazalshow #gujaratigazalkaar #gujaratigazalshayari #gujaratigazalb #gujaratigazal #gujaratigazalwatcher #gujaratigazalsher #gujaratigazalkar #gujaratigazalbook #gujaratigazalqariter #gujaratigazalsamrat

11/24/2022, 7:32:37 AM

સો ટકા સાચી વાત છે અમૃત ઘાયલ સાહેબની, કળિયુગની વાસ્તવિકતા દર્શાવતો શેર... . #gujaratigazal #gujaratigazals #gujaratigazalanekavita #gujaratigazal#amrutghayal #kaliyug #bajirao #deepcreation

11/12/2022, 6:49:19 AM

#gujaratigazalanekavita

11/11/2022, 7:24:40 PM

#gujaratigazalanekavita

11/8/2022, 12:43:58 PM

ભલે ને તુ મારો શ્વાસ નથી પણ, એમ પણ નથી કે ઉશ્વાસ નથી. ભટકી રહયો છુ આમ-તેમ ઘર વગર, જ્યારથી કહ્યુ તે, હૈયામા તારો વાસ નથી. બગીચાઓ માં નથી જગા મારા લાયક કેમ કે, એવુ ફુલ છુ જેમા તારી સુવાસ નથી. છે એમ તો ઘણા સપનાઓ રંગીન મારા, પણ તારા વગરની આ દુનીયા મને રાસ નથી. . . . . . . #love #loveshayari #poetry #like #follow #feelingspoetry #gujju #gujaratishayari #gujarati #gujju #gujjurock #amegujaratiii #moj #gajal #gazalcommunity #shayri #gujaraticommunity #bhaibhai #poetryofinstagram #trending #creation #prem #atmam #love #gujaratigazalanekavita #gujjug

11/2/2022, 5:35:12 PM

જુદા થવામાં જ ભલાઈ હતી કોણ માનશે, ને પાછું વળવાની મનાઈ હતી કોણ માનશે દાનત તો હતી સંબંધમાં બધું કરી છૂટવાની, સંજોગોની દિલ દગડાઈ હતી કોણ માનશે જજો૯૬✍🏻💙 #gujaratishayari #gujarati #gujaratigazalanekavita #sher #reelit #reelsviral #reelkarofeelkaro #reelsinstagram #trending #trendingreels #zerogravity @gujarati_pathshala @gujarati_kanika @gujarati_sahitya_1 @kaviankittrivedi @milindosphere @sahityafalak @zero_gravity81 @gujarati_kahumbo

10/29/2022, 10:25:28 AM

ફક્ત શબ્દો નહીં મૌનને ય માણતા હતા, જે હતું એ આપણે બે જ જાણતા હતા ખૂબીઓ તો હતી જ જીવથી યે વ્હાલી, ખામીઓને પણ એટલી વખાણતા હતા જજો૯૬✍🏻💙 #gujaratishayari #gujarati #gujaratigazalanekavita #sher #reelit #reelsviral #reelkarofeelkaro #reelsinstagram #trending #trendingreels #zerogravity @gujarati_pathshala @gujarati_kanika @gujarati_sahitya_1 @kaviankittrivedi @milindosphere @sahityafalak @zero_gravity81 @gujarati_kahumbo

10/20/2022, 8:42:46 AM

આવીજ સરસ પોસ્ટ જોવા માટે ફોલો કરો @gujarati_kahumbo @gujarati_kahumbo @gujarati_kahumbo @gujarati_kahumbo @gujarati_kahumbo #gujaratikahumbo #gujaratiquotes #gujaratimovie #gujaratisuvichar #g #gujaratigazalanekavita

9/30/2022, 2:24:01 PM

લાગણીઓની ભીનાશ અદભૂત છે, ક્યારેક હસાવી તો ક્યારેક રડાવી જાય છે..... #gujaratigazalanekavita #gazalifestyle💯💯😎😎😎😎 #gazal #kavitayein #jamnagar_gujarat #gujarat #kinjalnikalam #writer #લાગણી

4/7/2022, 11:25:21 AM

એમ નહિ કહું કે મુસીબત ઘણી છે. ઓ ખુદા, અહીં સાથ આપનારની કમી છે. નહોતી ખબર કે સંબંધો બધા હોય છે નામમાં. સાચું કહું, મને મારી જ ઉદારતા નડી છે. ઘણા સવાલો હૈયે હુમલો કરી બેઠા, અમે હા અને ના ની વચ્ચે જંગ લડી છે. કરી ન શક્યા ફરિયાદ અમે શબ્દોથી દોસ્ત,એની આંખોમાં જિંદગી મળી છે. અમે આમરી ખુમારીમાં જીવતા હતા મોજથી બ્રેક વગરની સવારીમાં સમયની ગતિ છે. સઘળું છીનવી લેવાની છુટ છે ઈશ્વર, મારા માથે મારી મા નો હાથ હર ઘડી છે. - SHILPA PARMAR "SHILU"✍️ #shilunavicharo #gujaratigazalanekavita #gazalpremi #kavita #sahityapremi #gujratigazal

3/25/2022, 3:42:56 AM

"જળથી ઝળહળ" જળ નિર્મળ, જળ ચંચળ, જળ કરે નિત્ય ભ્રમણ... જળ તો ઝાકળ, જળ તો વાદળ, જળનો સ્વભાવ શીતળ... જળથી રાહત, જળથી વસાહત, જળથી અધ્યાત્મને ચાહત... જળથી કુમાશ, જળથી ભીનાશ, જળથી લાગણીની સુવાસ... જળથી જીવન, જળથી પોષણ, દરેક પ્રાણી પ્રથમ તો જળચર... જળ અસ્કયામત, જળ હુંડિયામણ... જળ ઝંકાર, જળ જીવન કેરો રણકાર... જળ ચમત્કાર, જળને અંતરથી નમસ્કાર... જળને ના બાંઘતા આવડે જાળ, જળ જાતે નથી કોઈ જંજાળ... માણસની તરસને હોય છે પાંખ, પ્રકૃતિને આપે છે તે ખૂબ ત્રાસ... પાણીમાં પણ લગાવી શકે આગ, સઘળું કરી મૂકવું છે રે તેને રાખ... ઝીલ વોહેરા - "સ્નિગ્ધા" ૨૨-૦૩-૨૦૨૨, મંગળવાર. Tags 🔖: #jal #pani #kavita #worldwaterday #water #jalhijiwan #panibachao #gujarat #gujarati #gujjujalso #gujju #gujjugram #gujjugirl #gujjuboy #majjanilife #gujaratigazalanekavita #gujaratishayari #trendingingujarat #trendinginahmedabad #viral #trending #poemaday #gujaratikavi #gujaratisahitya #amdavad #baroda #surat #bhavnagar #saurashtra #kutch

3/22/2022, 1:08:30 PM

"જળ અને છળ" જળને ને મૃગજળને જાણ, જીવનને ને માયાને માણ... મૃગજળ ક્યારેક જળથીય વધુ વ્હાલું, તરસનેય શું હોય છે ગમતું સરનામું!? ખળખળ વ્હેતાં નીરને ખાળી, મનગમતી કોક ક્ષણમાં તારે તો પડ્યા રહેવું... ક્ષણ સુધી તો ઠીક, મન વસેલાં જણમાંથી બ્હાર કાં ન આવવું!? માયાની છાયા આપે જીવને તાણ, રુદિયાને કેવાં રેશમી વાગે રે બાણ!!! તૃષ્ણામાં એટલુંય કાં અટવાવવું, કે પાણીમાં રહીનેય ભૂલાય ભીંજાવું!? ભૂરાં દરિયાને થઈ કંઈક ભ્રાંતિ, નદી છોડીને એણે ગમાડ્યું એક ગુલાબી વાદળું... નદી તો તોય દરિયામાં લીન, ચાહની રાહમાં એક પળ પણ કાં રોકાવું!? છળમાં પણ હોય તાકતની ખાણ, પ્રવાહી બની ઓગાળી, કાઢે ઘાણ... મન તો મોજીલું હરણું ને વિચાર સસલું ક્યાં લગી દોડવું, ભાગવું ને હાંફવું!? સમય નામનાં સિંહને ભાળી, વાસ્તવિકતામાં તારે તો ન્હાવું... સ્વૈરવિહારને ચડે રીસ, ઝાકળનું ઝરણું આંખોને કાં પ્હેરાવવું!? જળ છે તો કાંકરીચાળોય થાય, એમાં મૃગજળનાં પ્રેમમાં થોડું પડાય!? ઝીલ વોહેરા - "સ્નિગ્ધા" ૨૨-૦૩-૨૦૨૨, મંગળવાર. Tags 🔖: #pani #jal #water #worldwaterday2022 #worldwaterday #mirage #mrugjal #chhal #gujarat #gujarati #gujju #gujjugram #gujjujalso #kavita #gujaratikavita #gujaratishayari #gujaratigazal #gujaratigazalanekavita #gujaratikavi #mariz #amdavad #amdavadi #gujjuboy #gujjugirl #garvigujarat #garvthigujarati #panibachao #jalhijiwan #savewater #waterislife

3/22/2022, 10:04:52 AM

સમય .... #સમય #ગુજરાતીગઝલ #gujaratigazalanekavita #kavita #writing #pratik #kinjalnikalam #jamnagar #gujarat #india

2/17/2022, 9:05:40 AM

આજે ગૂગલ પર ગુજરાતી ગઝલ લખીને સર્ચ કરતા અંકિત ભાઈની આ સુંદર ગઝલ અને એનો આ અનુપમ શેર મળી આવ્યો... ખરેખર ઉત્તમ અને સરળ ભાષામાં સચોટ રજુઆત... @ghazalsamrat . #gujarati #gujaratigazal #gujaratigazals #gujaratigazalanekavita #gujaratigazal#gujaratigazalshow #gujaratilanguage #easy #ankittrivedi #ghazalsamrat #asar #amdavadi #amdavad #surat #rajkot #vadodara #gandhinagar #valsad #mahesana #banaskantha #patan #junagadh

1/29/2022, 6:32:28 AM

#મહેફીલ #અમદાવાદ #ગુજરાતી_શાયરી #ગુજરાતી_કવિતા #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતી #પ્રેમ #સાહિત્ય #shayariquotes #share #shayarilover #shayaries #gazals #sahityapremi #gujju #gujaratiquotes #gujaratigazalanekavita #gujaratikavyarachana #mariz #poetryofinstagram #yqwriters #yqlove #yqgujaratiqoutes #gulzar

1/25/2022, 2:55:16 PM

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે શંકર ભગવાન વિશેના કેટલાક પ્રખ્યાત શેર આપણી સમક્ષ રજૂ કરું છું... . . . #gujaratigazal#guharatighazal #gujaratigazalkaar #gujaratigazalanekavita #gujarati #gujjus #gujarat #gujaratigazal #gujaratigazals #gujrati #gujaratisong #gujaratigazalwatcher #deep #bajirao #deepthinking #asar

8/9/2021, 7:32:54 AM

કોઈ એક ટીપા માટે તરસે છે. ક્યાંય આખું આકાશ વરસે છે. કોઈ યાદોમાં જીવીને ખુશ છે. કોઈ સાથે રહીને પણ નાખુશ છે. કોઈ જીવવા માટે મર્યો જાય છે. કોઈ મરી મરીને જીવી જાય છે. કોઈ દુઃખના ટોપલા લઈ બેસી રહે છે. કોઈ ચડે છે, પડે છે, રડે છે, હસે છે. કોઈ પ્રેમમાં પડીને બની જાય છે પાગલ કોઈ પાગલ બનીને જીવી જાય છે આગળ કોઈ ભીંજાઈને પણ કોરા રહ્યા કોઈ વ્હાલથી તરબતર થયા. ક્યાંય રેતીને ભીના થવાની આશા છે કોઈ આંખોને કોરા થવાની પ્રતીક્ષા છે. દોસ્ત, જીવનનું આજ જ એક સત્ય છે. અસત્યો વચ્ચે ધબકી રહેલા સત્યો છે. - SHILPA PARMAR "SHILU" #shilunavicharo #kavita #life #gujaratigazalanekavita

7/30/2021, 7:09:24 AM

દોસ્ત તારે નામ એક ગઝલ લખવી છે. એ બહાને મહેફિલની પણ મજા લૂંટવી છે. પારિજાત તણી સુગંધ પ્રસરી રહી છે હવામાં, હું, તું અને આ મૌસમ, યાદોમાં ભરવી છે. તું કોઈ મૃગજળ સમી પ્યાસ લાગે છે મને, ચા ની જેમ ઘૂંટડા ભરીને ગટ- ગટાવવી છે. મારે ના કોઈ સ્વાર્થ છે, ના કોઈ અપેક્ષા છે. તારા એક અવાજે મારી હાજરી આપવી છે. "મૈત્રી" નામનું વૃક્ષ ઉગે છે જીવન બાગમાં, અખૂટ યાદો દિવસ - રાત અહીં વાવવી છે. સૂકી આંખો પણ જ્યાં છલકાય જતી હોય, એ ખભે વ્હાલની અનેક ટપાલ મોકલવી છે. - SHILPA PARMAR "SHILU" #shilunavicharo #gazal #gujaratigazalanekavita #gujratigazal #dosti #dostiyaari #friendship

7/22/2021, 6:57:01 AM

જયારે કાળા વાદળ ઘેરાય અને એવુ લાગે કે આજે તો પાક્કું ધોધમાર વરસાદ તૂટી પડશે, પણ પછી ના આવે ત્યારે કૈંક આવી કવિતા જ યાદ આવે છે... . . . #gujaratigazal #gujaratigazals #gujaratigazal#gujrati #gujaratigazalkaar #gujaratisong #gujaratigazalanekavita #gujaratigazalwatcher #gujaratigazalshayari #gujarat #gujarati #gujjus #amdavad #amdavadi #bajirao #asar thoughtoftheday

7/22/2021, 4:52:01 AM

સ્વભાવ જેનો ઘણો શાંત લાગે છે. ભીતર છુપાયેલી કઈંક વાત લાગે છે. આંખોની ભીનાશ બધું બોલી જાય છે. તારા ગણવામાં કાઢેલી રાત લાગે છે. હળાહળ આંસુને પીતો રહ્યો છે જે, આત્મવિશ્વાસથી ભરેલી જાત લાગે છે. સફરમાં ભુલા પડવાનું મંજુર રાખ્યું જેણે ઘસાઈને ચમકેલી એની ઔકાત લાગે છે. દુઃખ - સુખ હસતા મોઢે સ્વીકારી લીધું. હૃદય સાથે જરાક ઊંડો પક્ષપાત લાગે છે. - SHILPA PARMAR "SHILU" #shilunavicharo #gujaratigazalanekavita #gazal #gujratigazal

7/20/2021, 6:55:27 AM

ખીલતી આ દરેક કળી મને મારી લાગે છે. બાગમાંથી નીકળી એમની સવારી લાગે છે. છોડીને બધા કામ હું તાકી રહ્યો એક એમને, એક ઈશારે મને નચાવતું કોઈ મદારી લાગે છે. ભૂતકાળથી ઘણો દૂર ચાલ્યો ગયો છું દોસ્ત, છતાંય વર્ષો જૂની યાદોથી યારી લાગે છે. થતું જ્યાં મિલન કલાકોના કલાક સમય વગરનું, એક નજર પણ હવે સમયની ઉધારી લાગે છે. હું સંબંધોના માત્ર સરવાળા ગણતો રહ્યો, તમે લાગણીની બાદબાકી સ્વીકારી લાગે છે લહેરની જેમ સમય પસાર થતો જાય છે. સ્પર્શતી આ પવન જેવી યાદોની બારી લાગે છે. - SHILPA PARMAR "SHILU" #shilunavicharo #gazal #gujaratigazalanekavita #gujratigazal

7/17/2021, 8:47:05 AM